ગુજરાતમાં મોરબી બ્રિજ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કથિત રીતે મોરબી બ્રિજના સમારકામ માટે જવાબદાર કંપની Oreva અજંતાના માલિક ઓધવ પટેલ સાથે દેખાઈ રહ્યા છે.
આ ફોટો રાજસ્થાન યુથ કોંગ્રેસ, ઓડિશા યુથ કોંગ્રેસ, ડો.સંગ્રામ પાટીલ, કોંગ્રેસ સમર્થક પ્રિતમ કોઠાડિયા દ્વારા શેર કરવામાં આવ્યો છે.
અમારી ટીમે મોરબી અકસ્માતને લગતી પોસ્ટ પહેલા પણ ફેક્ટ-ચેક કરી હતી, તેથી અમે આ વખતે પણ ફેક્ટ-ચેક કરવાનું નક્કી કર્યું.
ફેક્ટ ચેક
તપાસ શરૂ કરવા માટે, અમે પહેલા વાયરલ ફોટોને રિવર્સ ઇમેજ સર્ચનો ઉપયોગ કરીને સર્ચ કરી. આ દરમિયાન ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલની સત્તાવાર ટ્વિટર પ્રોફાઇલની લિંક મળી. પ્રોફાઇલ જોતાં જાણવા મળ્યું કે રાઘવજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતના સમયની તસવીરનો પ્રોફાઈલ પિક્ચર તરીકે ઉપયોગ કર્યો છે.
આગળ વધુ તપાસ કરતાં અમને 14 ઓક્ટોબર 2021ના રોજ પત્રિકા દ્વારા પ્રકાશિત થયેલ એક સમાચાર લેખ પણ મળ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા.
આ તમામ બિંદુઓના વિશ્લેષણ પરથી સ્પષ્ટ થાય છે કે વડાપ્રધાન મોદી સાથે જે વ્યક્તિનો ફોટો વાયરલ થઈ રહ્યો છે તે ઓરેવા કંપનીના માલિક નહીં પરંતુ ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે.
દાવો | વાયરલ ફોટોમાં પીએમ મોદી સાથે ઓરેવા કંપનીના માલિક છે |
દાવેદાર | રાજસ્થાન યુથ કોંગ્રેસ, ઓડિશા યુથ કોંગ્રેસ, ડો. સંગ્રામ પાટીલ, કોંગ્રેસ સમર્થક પ્રિતમ કોઠાડિયા |
ફેકટ એક | દાવો ખોટો છે |
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.