આપ નેતા સંજયસિંહ દ્વારા રાષ્ટ્રપતિ વિદાયનો સંસદ ટીવીનો વિડિયો શેર કરીને 24 જુલાઈના રોજ ટ્વીટ કરવામાં આવ્યું જેમાં પ્રધાનમંત્રી સામે નિશાન તાકી ‘આ એવા લોકો છે જે તમારો કાર્યકાળ પૂર્ણ થતાં તમારી સામે પણ નહીં જુએ’ તેવો દાવો કરવામાં આવ્યો હતો.
તેલંગણા રાષ્ટ્ર સમિતિ નેતા વાય સતિષ રેડ્ડી દ્વારા પણ સંસદ ટીવીની ક્લિપ શૅર કરીને 23 જુલાઈના રોજ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ કહ્યું હતું જ્યારે રાષ્ટ્રપતિની વિદાય કરતાં ફોટો મહત્વનો હોય ત્યારે…
ભુતપૂર્વ આજતકના પત્રકાર શ્યામ મીરા સિંઘ દ્વારા પણ 23 જુલાઈના રોજ ટ્વીટ કરીને ક્યારેક ધ્યાન જ્યાં-ત્યાં જતું રહે એવા caption સાથે સંસદની ક્લિપ શેર કરવામાં આવી.
ઇંડિયન નેશનલ કોંગ્રેસના કોઓર્ડિનેટર અને ઇંડિયન નેશનલ કોંગ્રેસ રાજસ્થાનના પ્રવકતા ડૉ. વિપિન યાદવે ટ્વીટ કરીને કહ્યું કે મોદીજીની સામે કેમેરો આવે એટલે કોણ મંત્રી, કોણ સંત્રી,કોણ રાષ્ટ્રપતિ ?અને સાથે સંસદની એક 6 સેકંડની ક્લિપ શેર કરી.
ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ અને ફરેંદા મહારાજગંજના ધારાસભ્ય વિરેન્દ્ર ચૌધરીએ 24 જુલાઈના ટ્વીટ કરીને એક વિડિયો ક્લિપ શેર કરી અને સાથે જ ‘કેમેરાજીવી હોવું અસંસદીય તો નથી… મોદીજી તમારું ધ્યાન ક્યાં છે?હું અહિયાં છું’ તેવું લખ્યું.
FACT CHECK
તપાસ કરતાં જાણકારી મળીકે જે સંસદ ટીવીની જે ક્લિપ ટ્વીટરમાં શૅર કરવામાં આવી છે તે અધૂરી છે. યૂટ્યૂબ પર સંસદ ટીવીની ઓફિસિયલ ચેનલ પર વિડિયો શૅર કરવામાં આવેલ છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ શ્રી ને નમસ્કાર કરીને વિદાય આપી છે. ટ્વીટરમાં શેર કરવામાં આવેલ ક્લિપ માત્ર 14 સેકંડની છે જ્યારે સંપૂર્ણ વિડિયો 42 મિનટ 23 સેકંડનો છે.
અમારી શોધ અને પર્યાપ્ત માહિતી પરથી સાબિત થાય છે કે સંજયસિંહ,વાય સતિષ રેડ્ડી, શ્યામ મીરા સિંઘ, વિપિન યાદવ અને વિરેન્દ્ર ચૌધરી ના ટ્વીટર પરથી શેર કરવામાં આવેલ ક્લિપએ અધૂરી છે પૂરી ક્લિપમાં પ્રધાનમંત્રી દ્વારા આદરસહ રાષ્ટ્રપતિને વિદાય આપવામાં આવી છે.
દાવો : પ્રધાનમંત્રી મોદીએ વિદાય સમારોહમાં નિવર્તમાન રાષ્ટ્રપતિ નું અપમાન કર્યું.
ફેકટ ચેક : વિડિયો એડીટેડ છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.