મુંબઈ સેન્ટ્રલથી ગુજરાતના ગાંધીનગર તરફ દોડતી વંદે ભારત એક્સપ્રેસનો 6 ઑક્ટોબર 2022ના રોજ વટવા સ્ટેશન અને મણિનગર વચ્ચેની રેલ્વે લાઇન પર ભેંસોનું ટોળું અથડાતાં અકસ્માત થયો હતો. અકસ્માતમાં એન્જિનના આગળના ભાગને નુકસાન થયું હતું. જો કે, ઘટનાના 24 કલાકની અંદર સમારકામ દરમિયાન મુંબઈ સેન્ટ્રલ ડેપોમાં આગળના કોચના નોઝ કોન કવરને નવા સાથે બદલવામાં આવ્યું હતું અને ટ્રેન કોઈપણ વધારાનો સમય પસાર કર્યા વિના સેવામાં પાછી કાર્યરત કરવામાં આવી હતી.
આ અકસ્માતની વચ્ચે સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે તેની આગળ બમ્પર લગાવવામાં આવ્યું છે.
આ ફોટો રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસ સમિતિ (સોશિયલ મીડિયા)ના ઉપાધ્યક્ષ અને મકરાણાના મ્યુનિસિપલ કાઉન્સિલર મોહમ્મદ જાવેદ વારિંગ, આમ આદમી પાર્ટીના ઉપાધ્યક્ષ જયંત કુમાર ઝા, ઉત્તર ચેન્નાઈ કોંગ્રેસના સોશિયલ મીડિયા પ્રમુખ થમરાઈ શ્યામ, દૈનિક ભાસ્કરના ડેપ્યુટી ન્યૂઝ એડિટર વિકાસ શર્માએ શેર કર્યો હતો સાથે અન્ય વપરાશકર્તાઓએ શેર કર્યું છે.
ફેક્ટ ચેક
જ્યારે અમારી ટીમે દાવાની સત્યતા જાણવા માટે તપાસ કરી તો તેનું સત્ય તદ્દન અલગ જ બહાર આવ્યું.
અમારી તપાસ શરૂ કરવા માટે, અમે સૌપ્રથમ વાયરલ ફોટોને રિવર્સ-સર્ચ કર્યો અને અમને M-Indicator નામના ફેસબુક પેજ પર એક પોસ્ટ મળી જેમાં મિડ-ડેના પત્રકાર રાજેન્દ્ર બી અકલેકર દ્વારા કરાયેલ ટ્વિટનો સ્ક્રીનશોટ હતો.
વાસ્તવમાં તે ટ્વીટમાં પત્રકારે વંદે ભારત ટ્રેનના સમારકામની 4 તસ્વીરો શેર કરી અને કહ્યું કે તૂટેલી વંદે ભારત ટ્રેન રાતોરાત રિપેર થઈ અને કામ પર પાછી આવી. આ તસવીરો મુંબઈ સેન્ટ્રલના કોચ કેર સેન્ટરની સવારની છે.
ટ્વિટર પર એડવાંસ સર્ચ દ્વારા, અમને મિડ-ડે પત્રકારનું ટ્વીટ પણ મળ્યું જેનો સ્ક્રીન શૉટ M-Indicator નામના ફેસબુક પેજ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
હવે તેની તપાસમાં, અમે પત્રકાર દ્વારા ટ્વીટ કરેલા વાયરલ ફોટા અને પહેલાના ફોટાનું તુલનાત્મક વિશ્લેષણ કર્યું છે. આ દરમિયાન સ્પષ્ટપણે સામે આવ્યું કે વાયરલ ફોટો એડિટ કરવામાં આવ્યો છે અને મૂળ ફોટામાં ટ્રેનના આગળના ભાગમાં બમ્પર અલગથી ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જ્યારે ટ્રેન સેવામાં પાછા જવા માટે તૈયાર હતી, ત્યારે પણ તેના આગળના ભાગમાં કોઈ બમ્પર દેખાતું ન હતું.
છેલ્લા કેટલાક દિવસોમાં સતત ત્રણ ઘટનાઓને કારણે મીડિયા પર વંદે ભારત ટ્રેનનું વર્ચસ્વ હતું, અમે બમ્પર જેવા સંબંધિત કીવર્ડ્સ માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું પરંતુ અમને ક્યાંય પણ એવો કોઈ રિપોર્ટ મળ્યો નહીં જેમાં એવું કહેવામાં આવ્યું હોય કે ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે, તેમાં આગળ બમ્પર લાગવામાં આવ્યું છે.
ઉપરોક્ત મુદ્દાઓના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે વંદે ભારત ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે આગળના બમ્પર લાગવામાં આવ્યું છે તે તસવીર ફોટોશોપ ટેકનિકથી બનાવવામાં આવી છે અને કરેલ દાવો તદ્દન પાયાવિહોણો છે.
દાવો | વંદે ભારત ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે તેની આગળ બમ્પર મૂકવામાં આવ્યું હતું |
દાવો કરનાર | કોંગ્રેસના કાઉન્સિલર મોહમ્મદ જાવેદ વારિંગ, આપ નેતા જયંત કુમાર ઝા, કોંગ્રેસના સોશિયલ મીડિયા સભ્ય થમરાઈ શ્યામ, દૈનિક ભાસ્કરના પત્રકાર સંપાદક વિકાસ શર્મા અને અન્ય વપરાશકર્તાઓ |
તથ્ય | દાવો ખોટો છે અને વંદે ભારત ટ્રેનને અકસ્માતથી બચાવવા માટે આગળના બમ્પર લાગવામાં આવ્યું છે તે તસવીર ફોટોશોપ ટેકનિકથી બનાવવામાં આવી છે. |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.
This website uses cookies.