Home Others ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલી ત્રણ વર્ષ જૂની દુર્ઘટના ને હાલ ની બતાવી ને કેટલાક લોકો ફેલાવી રહ્યા છે ફેક ન્યુઝ.

ગણપતિ ઉત્સવ દરમિયાન થયેલી ત્રણ વર્ષ જૂની દુર્ઘટના ને હાલ ની બતાવી ને કેટલાક લોકો ફેલાવી રહ્યા છે ફેક ન્યુઝ.

Share
Share

ગણેશ ઉત્સવ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડિયો ખૂબ વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ગુજરાતનાં અંકલેશ્વરમાં ગણપતિની મૂર્તિ લાવતા સમયે 23 ફૂટ ઉંચી મૂર્તિ વીજળીના તારને અડી જતાં 3 યુવાનોનું મોત નીપજયું અને 7 લોકોની સ્થિતિ ગંભીર છે.

આ વિડિયો શેર કરીને સોશિયલ મીડિયા યૂજર્સ કેપ્શનમાં લખી રહ્યાં છે કે સંકટમોચન , વિધ્નહર્તા ની સામે આ ઘટના બની છતાં પણ ભગવાન બચાવવા આવ્યા નહીં ?

આ વિડિયોને એડવોકેટ અશોકકુમાર, ST SC OBC એકતા મંચ, લેખક સુભાષ ચંદ્ર કુશવાહા, બ્લોગર મેખરાજ મીણા સહિત અન્ય યુજર્સે પણ શેર કર્યો છે.

આર્કાઇવ લિન્ક
આર્કાઇવ લિન્ક
https://twitter.com/sckushwaha/status/1567095648520142855?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1567095648520142855%7Ctwgr%5Ee660fd79d416bcebeae5e16387c4bd97e78ef261%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fonlyfact.in%2Fthis-is-the-truth-of-the-incident-of-touching-an-electric-wire-while-bringing-ganesh-idol-in-ankleshwar%2F
આર્કાઇવ લિન્ક
આર્કાઇવ લિન્ક

ફેક્ટ ચેક

વાયરલ વિડિયો સંદેહાસ્પદ લાગતા અમે તપાસ શરૂ કરી. તપાસ કરતાં વિડિયો પાછળની સચ્ચાઈ કઈક અલગ જ બહાર આવી.

વિડિયોના કેપ્શનમાં આપેલ કિવર્ડ સર્ચ કરતાં અમને કેટલાક મીડિયા રિપોર્ટ મળ્યા જે જોતાં જાણવા મળ્યું કે આ ઘટના અત્યારની નથી પરંતુ 3 વર્ષ પહેલા ઓગસ્ટ 2019ની છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ના રિપોર્ટ મુજબ લગભગ 15-20 યુવાનો ગણપતિની મૂર્તિની સ્થાપના કરવા સુરતથી અંકલેશ્વર લઈ જઇ રહ્યાં હતા તે દરમિયાન જ્યારે તેઓ અંકલેશ્વરના આદર્શ માર્કેટ પાસે પહોંચ્યા ત્યારે ગણપતિની મૂર્તિ હાઇ-ટેંશન તારને અડી જતાં બે યુવાનો અમિત સોલંકી અને કુણાલ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાં જ 6 થી 7 યુવાનો ઘાયલ થતાં તેમણે નજીકની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

તે સમયે આ ઘટનાને ગુજરાતની ઘણી સ્થાનીય મીડિયા ચેનલો જેવીકે ટીવી9 ગુજરાતી, અહેમદાબાદ મિરર એ પણ રિપોર્ટ કરી હતી.

આર્કાઇવ લિન્ક

આમ, દરેક પાસાઓને ધ્યાને લેતા સપષ્ટ પણે સાબિત થાય છે કે આ ઘટના 3 વર્ષ પહેલાની છે.

દાવો અંકલેશ્વરમાં ભગવાન શ્રી ગણેશની 23 ફૂટની મૂર્તિ વીજળીના તારને અડકતા 3 યુવાનોનું મોત નીપજ્યું અને 7 લોકોની સ્થિતિ ગંભીર છે.
દાવો કરનાર એડવોકેટ અશોકકુમાર, ST SC OBC એકતા મંચ, લેખક સુભાષ ચંદ્ર કુશવાહા, બ્લોગર મેખરાજ મીણા સહિત અન્ય યુજર્સ
તથ્ય દાવો ભ્રામક છે

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો.

જય હિંદ.

Share