વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાનને એમ કહેતા સાંભળી શકાય છે કે, ભાઈઓ અને બહેનો “તોડો અને રાજ કરો, આ અમારી પરંપરા છે, જોડો અને વિકાસ કરો, આ કોંગ્રેસની પરંપરા છે.”
ઘણા કોંગ્રેસ તરફી યુઝર્સ વીડિયો શેર કરી રહ્યા છે અને વડાપ્રધાનના કથિત નિવેદનને ભારત જોડો યાત્રાની અસર કહી રહ્યા છે. આ વીડિયો બિહારના લોક કલાકાર નેહા સિંહ રાઠોડ, કોંગ્રેસ સેવા દળના સોશિયલ મીડિયા કન્વીનર અમર સિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના ઘણા સભ્યો અને સમર્થકો દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.
ફેક્ટ ચેક
અમને વિડિયો શંકાસ્પદ લાગતા અમે તપાસ શરું કરી, કારણ કે વિડિયોના એક ભાગમાં એક ટિકર ચાલતું જોવા મળે છે જેમાં અંગ્રેજી ભાષામાં લખેલું છે – “SUPPORT MODI FOR PM MISSION Cal 509090 to set the Caller Tune”.
ટીકર પરથી અંદાજ લગાવી શકાય છે કે આ વીડિયો 2014ની લોકસભા ચૂંટણી પહેલાનો હોઈ શકે છે કારણ કે અહીં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવવાની વાત કરવામાં આવી રહી છે.
અમારી તપાસ શરૂ કરવા માટે, અમે સૌપ્રથમ પીએમ મોદી દ્વારા વાયરલ વીડિયોમાં બોલાયેલા કેટલાક શબ્દો જેમ કે ‘તોડો અને શાસન કરો‘, ‘પરંપરા‘, ‘જોડો અને વિકાસ કરો‘, ‘કોંગ્રેસ‘ નું અંગ્રેજીમાં અનુવાદ કરીને ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. ઘણી તપાસ કર્યા પછી, અમને ઈન્ડિયા ટીવીનો સમાચાર અહેવાલ મળ્યો જે 3જી એપ્રિલ 2014 ના રોજ પ્રકાશિત થયો હતો.
આ અહેવાલને સંપૂર્ણ વાંચ્યા પછી, જાણવા મળ્યું કે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના વૈશાલીમાં 2014ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના ઉમેદવાર જનરલ વીકે સિંહના સમર્થનમાં ‘ભારત વિજય’ રેલીને સંબોધિત કરી હતી.
દરમિયાન, તત્કાલીન યુપીએ સરકાર પર સાંપ્રદાયિક રાજકારણ કરવાનો આરોપ લગાવતા મોદીએ કહ્યું હતું કે, “ભાગલા પાડો અને રાજ કરો” કોંગ્રેસની પરંપરા છે. “જોડો અને વિકાસ” આપણી પરંપરા છે.
વૈશાલી, ભારત વિજય રેલી, નરેન્દ્ર મોદી જેવા કીવર્ડ્સ સાથે યુટ્યુબ પર વધુ સર્ચ કરતાં, અમને ભાજપની સત્તાવાર ચેનલ પર 35 મિનિટ અને 7 સેકન્ડનો વીડિયો મળ્યો. આ વીડિયો 3 માર્ચ 2014ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.
તપાસને વધુ મજબૂત બનાવવા માટે, અમે યુટ્યુબ વિડિયોની કી ફ્રેમ્સ અને વાયરલ વીડિયોની કી ફ્રેમ્સની તુલના કરી. તુલનાત્મક વિશ્લેષણમાં બંને તસવીરોમાં તમામ સામ્યતાઓ જોવા મળી હતી, જેથી તે સ્પષ્ટ થયું કે વાયરલ વીડિયો 8 વર્ષથી વધુ જૂનો છે.
વધુ જાણવા માટે, વાયરલ વિડિયો મૂળ વિડિયો સાથે ચેડા કરીને બનાવવામાં આવ્યો હતો કે કેમ? અમે આખો વિડિયો સાંભળ્યો. વીડિયોની 15મી મિનિટથી નરેન્દ્ર મોદીને તે જ કહેતા સાંભળી શકાય છે જે વાયરલ વીડિયોમાં સંભળાય છે. પરંતુ ‘તોડો અને રાજ કરો’ પછી મોદી ‘હમારી પરંપરા હૈ’ કહેવાને બદલે ‘કોંગ્રેસ કી પરંપરા’ કહી રહ્યા છે. સાથે જ, ‘જોડો અને વિકાસ કરો’ પછી ‘આ કોંગ્રેસની પરંપરા છે’ કહેવાને બદલે ‘આ અમારી (ભાજપની) પરંપરા છે‘ કહી રહ્યા છે.
આ રીતે નરેન્દ્ર મોદીના નિવેદનને સંપાદિત કરીને શબ્દોનો ક્રમ બદલવામાં આવ્યો છે જેથી જનતાને ગેરમાર્ગે દોરી શકાય.
દાવો | પીએમ મોદીએ નિવેદન આપ્યું કે તોડો અને રાજ કરો આ અમારી પરંપરા છે, જોડો અને વિકાસ કરો, આ કોંગ્રેસની પરંપરા છે. |
દાવો કરનાર | બિહારના લોક કલાકાર નેહા સિંહ રાઠોડ, કોંગ્રેસ સેવાદળના સોશિયલ મીડિયા કન્વીનર અમરસિંહ ચૌહાણ સહિત કોંગ્રેસના ઘણા સભ્યો અને સમર્થકો |
તથ્ય | દાવો ખોટો છે, 8 વર્ષ જુનું ભાષણ એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યું છે. |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.