વડીલોના ચરણોમાં નમીને વોટ માંગતા નેતાની તસવીર આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે.
આ તસવીરમાં ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી જેઓ દરેક મતની કિંમત સમજે છે તેથી તેઓ તેમના મત વિસ્તારના વડીલોના આશીર્વાદ લેતા હોવાનો વ્યંગાત્મક દાવો કરવામાં આવ્યો છે.
આ ફોટો કોંગ્રેસના સમર્થકો ડીએન યાદવ અને બ્રિજ સાહુ, ઉત્તરાખંડ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રવક્તા મયંક શર્મા અને અન્ય લોકોએ શેર કર્યો છે.
અમારી ટીમે પહેલા પણ ગુજરાત ચૂંટણીને લગતી સોશિયલ મીડિયા પોસ્ટની હકીકત તપાસી છે. આ વખતે પણ અમારી ટીમે દાવાની વાસ્તવિકતા જાણવા માટે ઉંડાણપૂર્વક તપાસ કરી હતી.
આ આર્ટિક્લ પણ વાંચો: ના, સ્મૃતિ ઈરાનીએ જ્યારે મોંઘવારી અંગે સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે 200 કરોડની મફત રસી પર “જ્ઞાન” નથી આપ્યું
ફેક્ટ ચેક
અમારી તપાસ શરૂ કરવા માટે, અમે વાયરલ ઇમેજને રિવર્સ-સર્ચ કરી. આ દરમિયાન, અમને વન ઈન્ડિયા દ્વારા 2 માર્ચ, 2020 ના રોજ પ્રકાશિત એક લેખ મળ્યો. અહીં ઉપલબ્ધ માહિતી અનુસાર, દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 દરમિયાન, પશ્ચિમ દિલ્હીની વિકાસપુરી વિધાનસભાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજય સિંહ વોટ માંગવા શિવ વિહાર વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સિંહ વડીલોને પગે લાગ્યા હતા.

આ પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ તસવીર ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની નહીં પરંતુ દિલ્હીના સ્થાનિક ભાજપ નેતા સંજય સિંહની છે.
આ આર્ટિક્લ પણ જુઓ: ના, ગુજરાત સામાજિક ક્ષેત્રોના પરિમાણોમાં પાછળ નથી, ધ હિન્દુના ગુજરાત સંવાદદાતાએ કર્યો ભ્રામક દાવો
દાવો | ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ તેમના મતવિસ્તારમાં વડીલોના આશીર્વાદ લઈ રહ્યા છે |
દાવો કરનાર | કોંગ્રેસના સમર્થકો ડીએન યાદવ અને બ્રિજ સાહુ, ઉત્તરાખંડ આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રવક્તા મયંક શર્મા અને અન્ય |
તથ્ય | દાવો ખોટો છે |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl
જય હિંદ.