તૃણમૂલ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે સોશિયલ મીડિયા પર બે ફોટોગ્રાફ્સનો કોલાજ શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને તેમના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાઓને શ્રદ્ધાંજલિ આપી છે.
આ કોલાજ શેર કરતાં આઝાદે લખ્યું કે, આ તસવીરો માટે કયું વાક્ય યોગ્ય રહેશે? 1. બગલમાં છરી ને મુખમાં રામ / અથવા 2. નજર ક્યાં ને નિશાન ક્યાં / અથવા 3. પીઠમાં ખંજર ભોકવું”
ફેક્ટ ચેક
કોલાજમાં કરવામાં આવેલો દાવો શંકાસ્પદ લાગતો હતો, તેથી અમે તેની તપાસ કરી. અમારી તપાસમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા કરવામાં આવેલ દાવો નકલી સાબિત થયો.
અમારી તપાસની શરૂઆતમાં, અમે સૌપ્રથમ કોલાજના ભાગને કાપ્યો અને Google લેન્સમાં સ્કેન કર્યો જેમાં કથિત રીતે નાથુરામ ગોડસેની પ્રતિમા સર્ચ કરતાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય સંબંધિત તસ્વીરો સામે આવી અને અહીંથી સંકેત મળ્યો હતો કે વાયરલ ફોટો નાથુરામ ગોડસેનો નહીં પણ પંડિત દીન દયાલનો હોઈ શકે છે. આ દરમિયાન ઈન્ડિયા ટીવીનો વીડિયો રિપોર્ટ પણ મળ્યો હતો, જે વાયરલ તસવીર જેવો જ હતો.
વધુ નિશ્ચિતતા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, શ્રદ્ધાંજલિ જેવા કીવર્ડ્સનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ પર વધુ સર્ચ કર્યું. આ દરમિયાન અમને ખબર પડી કે વાયરલ ફોટો ખરેખર ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો.
ફોટો ક્યારે લેવામાં આવ્યો હતો તે જાણવા માટે, અમે Twitter ની એડવાંસ સર્ચ તકનીકનો ઉપયોગ કર્યો. ઓલ ઈન્ડિયા રેડિયોના ટ્વિટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પંડિત દીન દયાલના કીવર્ડ સર્ચ કર્યા બાદ આખરે અમને તે તસવીર મળી ગઈ જેનો કોલાજ હવે વાયરલ થઈ રહ્યો છે.
વાસ્તવમાં, 6 એપ્રિલ 2017 ના રોજ, PM મોદીના ફોટા સાથે AIR દ્વારા એક ટ્વિટમાં કહેવામાં આવ્યું હતું કે ભાજપના સ્થાપના દિવસના અવસર પર, વડા પ્રધાન મોદીએ નવી દિલ્હીમાં બીજેપી મુખ્યાલયની મુલાકાત લીધી હતી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ સિવાય 6 એપ્રિલે ખુદ વડાપ્રધાને પણ આકાશવાણી દ્વારા પોસ્ટ કરેલા ફોટા જેવી જ તેમણે તસવીર પોસ્ટ કરી હતી.
દાવો | PM મોદીએ મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપી |
દાવો કરનાર | કીર્તિ આઝાદ |
તથ્ય | દાવો ખોટો છે, વાયરલ ફોટામાં દેખાતી પ્રતિમા પંડિત દીનદયાળની છે, નાથુરામ ગોડસેની નથી. |
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર આપો.
જયહિંદ.
This website uses cookies.