વડાપ્રધાન મોદી 30 ઓક્ટોબર થી 1 નવેમ્બર સુધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. તે દરમિયાન તેઓ વિવિધ સ્થળે મુલાકાત લેવાના છે અને નવીન કાર્યોના ઉદઘાટન કરવાના છે. આ દરમિયાન 31 ઓક્ટોબર 2022 ના રોજ તેઓએ અસારવા રેલ્વે સ્ટેશન અમદાવાદથી ભાવનગર-જેતલસર અને અસારવા-ઉદયપુર આ બે ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમની એક વિડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહી છે.
GSTV ન્યૂઝના ટ્વિટર હેન્ડલ પરથી આ વિડિયો ક્લિપ શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે “140ના મોત બાદ પણ મોદીનો કેમેરા પ્રેમ જતો નથી, સાઈડમાં હટી જવા કર્યો ઈશારો“. આ વિડિયો ક્લિપને TRS પાર્ટીના સોશિયલ મીડિયા કન્વેયર સતિષ રેડ્ડી તથા અન્ય યુઝર્સ દ્વારા પણ શેર કરવામાં આવી છે.

ફેક્ટ ચેક
GSTV ન્યૂઝ દ્વારા શેર કરાયેલી વિડિયો ક્લિપ સંદેહાસ્પદ લાગી કારણકે વિડિયો ક્લિપને વધુ Zoom In કરેલી હતી તેથી અમારી ટીમે તપાસ હાથ ધરી. અમારી તપાસમાં જાણવા મળ્યું કે વિડિયો ક્લિપ ને ક્રોપ કરવામાં આવી હતી.
તપાસ કરતાં અમને PM નરેન્દ્ર મોદીની સત્તાવાર યૂટ્યૂબ ચૅનલ પરથી 31 ઓક્ટોબર 2022 ના કાર્યક્રમની પૂરી વિડિયો ક્લિપ મળી જેને સુરત લોકસભાના સાંસદ સભ્ય તથા રેલ્વે અને ટેક્સ્ટટાઇલ રાજ્ય મંત્રી દર્શના જરદોષ, રાષ્ટ્રવાદી સાયબર યોદ્ધા અને અન્ય ટ્વીટર યુઝર્સે શેર કરી છે. જેમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્રમોદી સ્ટેજ પર અધિકારીને ઝડપથી સ્ટેજ પર બોલાવવા ઇશારો કરી રહ્યા છે નહીં કે અધિકારીને હટવા માટે.
આમ, અમારા સંશોધન અને પર્યાપ્ત માહિતી પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે ભાવનગર-જેતલસર અને અસારવા-ઉદયપુર ટ્રેનના ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રમોદી અધિકારીને ઈશારો કરીને ઝડપથી સ્ટેજની નજીક બોલાવી રહ્યા હતા અધિકારીને સાઇડમાં હટવા નહોતા કહી રહ્યા. GSTV ન્યૂઝ દ્વારા કરાયેલો દાવો ખોટો છે તથા અધૂરી ક્લિપ શૅર કરીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરાયો છે.
દાવો | 140ના મોત બાદ પણ મોદીનો કેમેરા પ્રેમ જતો નથી |
દાવો કરનાર | GSTV ન્યૂઝ, સતિષ રેડ્ડી |
તથ્ય | દાવો ભ્રામક છે |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.