હરિયાણામાં ભાજપ સરકારના શિક્ષણ અભિગમની મજાક ઉડાવતું એક ટ્વીટ આમ આદમી પાર્ટી હરિયાણા એકમના ટ્વિટર હેન્ડલ પર 6 ઑક્ટોબર,2022 ના રોજ શેર કરવામાં આવ્યું હતું અને તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મનોહર લાલ ખટ્ટરના નેતૃત્વ હેઠળ હરિયાણામાં 105 શાળાઓ બંધ કરવામાં આવી હતી અને સાથે જ કેજરીવાલના શિક્ષણ મોડેલની પ્રશંસા પણ કરવામાં આવી હતી.
ફેક્ટ ચેક
હરિયાણા AAP ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલો દાવો સાચો છે કે કેમ તે ચકાસવા માટે અમારી ટીમે સંશોધન કર્યું. “હરિયાણામાં 105 શાળાઓ બંધ થઈ ગઈ છે” કીવર્ડનો ઉપયોગ કરીને કીવર્ડ સર્ચની મદદથી અમને ધ ટ્રિબ્યુન નો એક અહેવાલ મળ્યો. અહેવાલ મુજબ, સરકારે 20 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 105 મધ્યમ અને 25થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી ઉચ્ચ શાળાઓને નજીકની શાળાઓ સાથે મર્જ કરવાનો નિર્ણય લીધો છે.
ધ ટ્રિબ્યુનના સૂત્રો અનુસાર અહેવાલમાં જણાવાયું છે કે 97 સરકારી માધ્યમિક શાળાઓમાં 20 કરતા ઓછા વિદ્યાર્થીઓ હતા અને 3 કિલોમીટરની અંદર નજીકની શાળાઓ છે, 6 માધ્યમિક શાળાઓમાં 10 કરતા ઓછા વિદ્યાર્થીઓ હતા અને નજીકની કોઈ શાળા નથી, અને 2 ઉચ્ચ શાળાઓમાં 25 કરતા ઓછા વિદ્યાર્થીઓ હતા.
અંબાલાના DEO સુધીર કાલરાના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીઓને લાભ આપવા અને શિક્ષકો દરેક વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ રહી શકે તેની ખાતરી આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમને DRP હરિયાણાનું એક ટ્વિટ પણ મળ્યું. ટ્વીટ મુજબ મુખ્યમંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટરે શાળાઓ અને શિક્ષકોની ખાલી જગ્યાઓના દાવાઓને ભ્રામક અને પાયાવિહોણા ગણાવ્યા છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે કહ્યું કે રાજ્ય સરકારે એક પણ શાળા બંધ કરી નથી, કેટલીક શાળાઓને મર્જ કરવામાં આવી છે.
વધુમાં, કીવર્ડ સર્ચનો ઉપયોગ કરીને “હરિયાણામાં 105 શાળાઓને મર્જ કરવા પર મનોહર લાલ ખટ્ટરની પ્રેસ કોન્ફરન્સ” સર્ચ કરતાં અમને યુટ્યુબ પર 25 ઓગસ્ટ, 2022ના રોજ મનોહર લાલની ચેનલ પર પોસ્ટ કરેલ 58:30 મિનિટ લાંબો વિડિયો મળ્યો. વીડિયોમાં, 11 મિનિટ અને 26 સેકન્ડે , શિક્ષણ ક્ષેત્રની ચર્ચા કરતી વખતે, ખટ્ટર જણાવે છે કે 2004 થી શાળાઓની સંખ્યા ઓછાં-વધતાં પ્રમાણમાં વિસ્તરી રહી છે. અને તેનું કારણ માંગની અસર છે. માંગની સાથે, વિદ્યાર્થીઓની સંખ્યા અને તેમની જરૂરિયાતોને મોટે ભાગે અવગણવામાં આવી રહી છે. ગયા વર્ષે ઉદ્ભવેલા મુદ્દાઓમાં જે અવગણના કરવામાં આવી હતી તે એટલે એક સુવિધામાં ચાર પ્રકારની શાળાઓની માન્યતા હતી, જેમ કે પ્રાથમિક શાળા, મધ્યમ શાળા, ઉચ્ચ શાળા અને વરિષ્ઠ શાળા. અને ચાર પ્રકારની શાળાઓમાંથી દરેક માટે ચાર હેડની પસંદગી કરવામાં આવી હતી. પરિણામે, જે પ્રોફેસરોને દર અઠવાડિયે ઓછામાં ઓછા 30-35 તાસ(લેક્ચર) લેવા માટે સોંપવામાં આવે છે તેઓને ભણાવવાની કોઈ તક જ મળતી નહોતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ મુદ્દાને ઉકેલવા માટે, તેઓએ એક બિલ્ડિંગમાં આવી શાળાઓના તમામ વિભાગોને એક શાળા તરીકે ધ્યાનમાં લેવાનું નક્કી કર્યું છે, અને એક વડા(હેડ) ની પસંદગી કરવામાં આવશે. દરેક વહીવટી કાર્યની દેખરેખ માટે એક ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવશે. 19:29 મિનિટથી, તેમણે શિક્ષણ ક્ષેત્રે આવી અનેક વધારાની સમસ્યાઓ સમજાવી હતી, જેમાં જણાવ્યું હતું કે એક સુવિધામાં ચાર પ્રકારની શાળાઓને માન્યતા આપવાને કારણે, કાગળ પરની શાળાઓની સંખ્યા વધીને 15 હજાર થઈ ગઈ છે. જો કે, તે શાળાઓ નથી. આંકડા માત્ર 9-10 હજારની આસપાસ છે. તેમણે હરિયાણામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી હોવાના દાવાને નકારી કાઢ્યો અને કહ્યું કે તે તમામને એકીકૃત કરવામાં આવી છે.
અમારું વિશ્લેષણ દર્શાવે છે કે AAP પાર્ટી દ્વારા કરવામાં આવેલો દાવો ખોટો છે. હરિયાણાની ભાજપ સરકારે 105 શાળાઓને બંધ કરી ન હતી, પરંતુ તેના બદલે તેને અન્ય ઉપલબ્ધ શાળાઓમાં મર્જ કરી હતી.
દાવો | હરિયાણાની ભાજપ સરકારે 105 શાળાઓને બંધ કરી દીધી હતી |
દાવો કરનાર | આમ આદમી પાર્ટી હરિયાણા |
તથ્ય | ભ્રામક |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.
This website uses cookies.