Home ગુજરાતી ના, PMની મોરબીની મુલાકાત પાછળ ₹30 કરોડનો ખર્ચ થયો ન હતો

ના, PMની મોરબીની મુલાકાત પાછળ ₹30 કરોડનો ખર્ચ થયો ન હતો

Share
Share

તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલે1 નવેમ્બર 2022ના રોજ ટ્વીટમાં દાવો કર્યો હતો કે RTI થી મળેલ માહિતી મુજબ થોડા કલાકોની મોદીની મોરબી મુલાકાત પર ₹30 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમાંથી રૂ. 5.5 કરોડ કેવળ “સ્વાગત, ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી” માટે હતા.

ગોખલેએ આગળ લખ્યું, “મૃત્યુ પામેલા 135 પીડિતોને દરેકને ₹4 લાખ, એટલે કે ₹5 કરોડની સહાય આપવામાં આવી હતી. એકલા મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરનો ખર્ચ 135 લોકોના જીવ કરતાં પણ વધુ છે.

https://twitter.com/SaketGokhale/status/1598149744307511296?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1598149744307511296%7Ctwgr%5E173844a5df7276a6cbb02d25ce2aa31b203a39df%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fonlyfact.in%2Fno-30-crore-was-not-spent-on-pms-visit-to-morbi%2F

તૃણમૂલ કોંગ્રેસના નેતા ગોખલેએ પોતાના દાવામાં અખબારનું કથિત કટિંગ પણ શેર કર્યું છે.

ઉલ્લેખનીય છે કે, PM મોદીએ 1 નવેમ્બર 2022ના રોજ મોરબીની મુલાકાત લીધી હતી. ત્યાં તેઓ પરિસ્થિતિનો હાલ જાણવા સ્થળ પર પહોંચ્યા હતા. આ પછી તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને પુલ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને મળ્યા. આ પહેલા પીએમએ ગાંધીનગરમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં તેમણે મુખ્યમંત્રી અને અધિકારીઓ સાથે અકસ્માત અને બચાવની સમીક્ષા કરી હતી.

અમારી ટીમે તૃણમૂલ કોંગ્રેસના નેતાના આ દાવાની તપાસ કરી. તપાસમાં દાવાની સત્યતા સાવ અલગ જ બહાર આવી.

આ આર્ટિક્લ પણ વાંચો: ના, દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત વીજળીની સૌથી વધુ કિંમત ચૂકવતું નથી

ફેક્ટ ચેક

અમારી તપાસ શરૂ કરીને, અમે સૌપ્રથમ મોરબી અને RTI જેવા કીવર્ડ્સનો ઉપયોગ કરીને ટ્વિટર પર સર્ચ કર્યું ત્યારે અમને કેન્દ્ર સરકારના જનસંપર્ક વિભાગ (PIB) તરફથી ખંડન ધરાવતું ટ્વિટ મળ્યું.આ ટ્વિટમાં PIBએ સાકેત ગોખલેના દાવાની વાસ્તવિકતા જણાવી હતી.

વાસ્તવમાં, PIBએ કહ્યું કે એક RTIને ટાંકીને ટ્વિટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે PMની મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ દાવો ખોટો છે.

PIBએ સ્પષ્ટપણે જણાવ્યું કે આવો કોઈ RTI જવાબ આપવામાં આવ્યો નથી.

આ આર્ટિક્લ વાંચો: ના, ગુજરાત સામાજિક ક્ષેત્રોના પરિમાણોમાં પાછળ નથી, ધ હિન્દુના ગુજરાત સંવાદદાતાએ કર્યો ભ્રામક દાવો

આ મુદ્દાઓના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતાએ ખોટો દાવો કર્યો છે કે ગયા મહિને PMની મોરબીની મુલાકાત પર રૂ. 30 કરોડનો ખર્ચ થયો હતો.

દાવો PMની મોરબી મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
દાવો કરનાર સાકેત ગોખલે
તથ્ય દાવો ખોટો છે

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.

Share