24 સપ્ટેમ્બર 2022 ના રોજ, AAP એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વિડિયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, AAP ને શિક્ષણ સંવાદ માટે સ્થાન આપવા વાળા નવનીત કાકાના હૉલ પર ભાજપ દ્વારા નોટિસ આપ્યા વિના બુલડોઝર મોકલી દેવામાં આવ્યું.
AAP નેતા સંજય સિંહ અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ ટ્વિટ કરીને દાવાને સમર્થન આપ્યું છે.
AAP એ તેના ગુજરાતના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પણ એક ઇન્ફોગ્રાફિક શેર કર્યું અને દાવાને સમર્થન આપવા માટે તસવીરો શેર કરીને દાવો કર્યો કે ભાજપ દ્વારા એક પ્રામાણિક સામાન્ય માણસ ઉપર બુલડોઝર થી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ફેક્ટ ચેક
AAP દ્વારા કરવામાં આવેલો દાવો શંકાસ્પદ લાગતો હતો તેથી અમે મામલાની તપાસ શરૂ કરી.
20 સપ્ટેમ્બર 2022 ના રોજ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતના વડોદરામાં શિક્ષણ સંવાદ બેઠકનું આયોજન કર્યું હતું. જ્યાં આ બેઠક યોજાઇ હતી તેના માલિક રોનક નવનીતભાઈ પટેલના હોલ ઉપર 24 સપ્ટેમ્બર 2022 ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને દ્વારા ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી કરવા માં આવી હતી.
આ બાબતની તપાસ દરમિયાન જ્યારે અમારી ટીમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે સંપર્ક કર્યો ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ બાબતને લગતા સત્તાવાર દસ્તાવેજો આપવામાં આવ્યા હતા.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, 22 સપ્ટેમ્બર 2022 ના રોજ હોલના માલિકને સત્તાવાર નોટિસ મોકલવામાં આવી હતી. આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે હોલ માલિકે મેટ્રોપોલિટન મ્યુનિસિપાલિટીને હોલ અથવા તેને લગતા કેટલાક બાંધકામો અંગે લેખિતમાં અહેવાલ આપવો જોઈએ, જે ગેરકાયદેસર છે, અન્યથા વહીવટીતંત્ર પોતાની રીતે પગલાં લેશે અને કાર્યવાહી માટે થયેલ ખર્ચ વહીવટી તંત્ર દ્વારા હૉલના માલિક પાસેથી વસૂલવામાં આવશે.
હોલ માલિકે વહીવટીતંત્રની નોટિસનો જવાબ ન આપતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝર મોકલીને ગેરકાયદે બાંધકામ સામે કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ હોલ માલિકે 12:51 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરને લેખિતમાં જણાવ્યું હતું કે, “અમે અમારા પાર્ટી પ્લોટમાંના તમામ ગેરકાયદે બાંધકામો ચાર દિવસમાં દૂર કરી દઈશું અને જો તમને (મ્યુનિસિપાલિટીને) કોઈ બાંધકામ ગેરકાનૂની જણાય તો અમને કહો અમે તેને જાતે જ દૂર કરી દઇશું.
અમારી તપાસમાં એ સ્પષ્ટ થયું કે AAP દ્વારા કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. વહીવટીતંત્રે કાર્યવાહીના બે દિવસ પહેલા નોટિસ આપી હતી.
હોલ માલિક સંપૂર્ણ પ્રમાણિક હોવાનો AAP નેતાઓનો દાવો પણ સાચો નથી. હોલ માલિકે વહીવટીતંત્રની નોટિસની અવગણના કરી હતી, જેના કારણે વહીવટીતંત્રે ને કાયદેસરની કાર્યવાહી કરવી પડી હતી.
દાવો | ભાજપએ નોટિસ વિના નવનીત કાકાના હોલ પર બુલડોઝર મોકલ્યું. |
દાવેદાર | AAP, AAP નેતા સંજય સિંહ, દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા |
ફેક્ટ ચેક | AAP દ્વારા કરવામાં આવેલો દાવો સંપૂર્ણપણે ખોટો છે. વહીવટીતંત્રે કાર્યવાહીના બે દિવસ પહેલા નોટિસ આપી હતી. |
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.