વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં જોઈ શકાય છે કે કેમેરામેન વડાપ્રધાનનો ફોટો લઈ રહ્યો છે. આ ફોટો બિહારના લોક કલાકાર નેહા સિંહ રાઠોડ, તેલુગુ પત્રકાર શંકર અને અન્ય યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે.
ફેક્ટ ચેક
વાયરલ તસવીર શંકાસ્પદ લાગતાં અમારી ટીમે તપાસ હાથ ધરી. અમારી તપાસમાં કઈક અલગ જ સત્ય સામે આવ્યું.
અમારી તપાસમાં અમે Google પર વાયરલ ઇમેજને રિવર્સ-સર્ચ કર્યું ત્યારે 2 ઓક્ટોબર, 2021ના રોજ PM મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી ટ્વિટની લિંક મળી. આ ટ્વીટમાં વડાપ્રધાને ગાંધી જયંતિના અવસરે દિલ્હીમાં ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં હાજરી આપી હતી અને ત્યાંના પોતાના ત્રણ ફોટા શેર કર્યા હતા.
આ ત્રણ તસવીરોમાંથી બીજા નંબરની તસવીર એ જ છે જે અત્યારે વાયરલ થઈ રહી છે, પરંતુ PM ની ફોટોગ્રાફી કરતો કેમેરામેન ક્યાંય જોવા મળ્યો ન હતો. આનો સીધો અર્થ એ છે કે ઓક્ટોબર 2021ના ફોટા સાથે ચેડા કરવામાં આવ્યા છે.
આગળ અમે એ જાણવાનો પણ પ્રયાસ કર્યો કે વાયરલ ફોટોમાં દેખાતો કેમેરામેન કોણ છે. આ માટે, અમે ઇન્ટરનેટ પર કીવર્ડ તરીકે laying photography સર્ચ કર્યું. આ દરમિયાન, અમને ફોટો સ્ટોક કંપની Alamy પર વડાપ્રધાનના ફોટામાં ફોટોગ્રાફી કરતાં દેખાતા ફોટોગ્રાફરનો ફોટો મળ્યો.
કંપની અનુસાર, આ ફોટો 15 માર્ચ 2017ના રોજ લેવામાં આવ્યો હતો. તસવીરના કેપ્શનમાં કંપનીએ લખ્યું છે કે તેના યોગદાનકર્તા Ingemar Magnusson જમીન પર પડીને એક અલગ દૃષ્ટિકોણથી મોટી ઈમારતનો ફોટો પાડી રહ્યા છે.
આ તમામ મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે જે વાયરલ તસવીરમાં કેમેરામેન વડાપ્રધાન મોદીનો ફોટો લઈ રહ્યો છે તે ફોટોશોપ કરવામાં આવ્યો છે.
દાવો | કેમરામેન PM નરેન્દ્ર મોદીનો ફોટો પાડી રહ્યો છે. |
દાવો કરનાર | બિહારના લોક કલાકાર નેહા સિંહ રાઠોડ, તેલુગુ પત્રકાર શંકર અને અન્ય યુઝર્સ |
તથ્ય | કરેલ દાવો તદ્દન ખોટો છે અને નરેન્દ્ર મોદીનો વાયરલ ફોટો ફોટોશોપ કરેલો છે. |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.