Home ગુજરાતી રાહુલ ગાંધી પર લખાયેલ પુસ્તક વાંચતા સ્મૃતિ ઈરાનીનો ફોટો એડીટેડ છે

રાહુલ ગાંધી પર લખાયેલ પુસ્તક વાંચતા સ્મૃતિ ઈરાનીનો ફોટો એડીટેડ છે

Share
Share

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રાહુલ ગાંધી પર લખાયેલ પુસ્તક વાંચી રહી હોવાનું દેખાઈ રહ્યું છે.

કોંગ્રેસ સમર્થક સંદીપ સિંહે ટ્વિટર પર આ ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે, શું આ વાસ્તવિક છે?

સંદીપ પછી, આ ફોટો કૉંગ્રેસના નેતા સિંધુ સિંહ અને અન્ય કૉંગ્રેસ સમર્થકોએ પણ શેર કર્યો હતો અને એવો ઢોંગ કરવાનો પ્રયાસ કર્યો હતો કે સ્મૃતિ રાહુલ ગાંધી પર લખાયેલ પુસ્તક વાંચી રહી છે જેથી તેમની રોજબરોજની પ્રવૃત્તિઓ વિશે જાણવા મળે. તસવીરમાં દેખાતા પુસ્તકનું નામ Rahul Gandhi’s Day-To-Day Schedule 2022-2023 જણાઈ રહ્યું છે.

અમારી ટીમે સંદીપ સિંહના દાવાની સત્યતા જાણવા માટે તપાસ હાથ ધરી હતી.

ફેક્ટ ચેક

તપાસ શરૂ કરતી વખતે, અમે સૌથી પહેલા વાયરલ તસવીરને રિવર્સ સર્ચ કરી. આ દરમિયાન 18 સપ્ટેમ્બર 2022ના રોજ સ્મૃતિ ઈરાની દ્વારા કરવામાં આવેલા ટ્વિટની લિંક મળી આવી હતી. આ જોઈને ખબર પડી કે તે પટનામાં Modi@20 નામનું પુસ્તક વાંચી રહી હતી.

વધુ તપાસ દરમિયાન, અમને સમાચાર એજન્સી યુનિવાર્તા દ્વારા પ્રકાશિત એક સમાચાર લેખ મળ્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ જ્ઞાન ભવન, પટના ખાતે ‘મોદી@20’ ના વિમોચન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લિખિત પુસ્તક વાંચ્યું હતું.

સ્ત્રોત : યુનિવાર્તા

આ તમામ મુદ્દાઓના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી પર લખાયેલ પુસ્તક નથી વાંચી રહી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લખાયેલ પુસ્તક વાંચી રહી હતી, મૂળ તસવીરમાં ફોટોશોપ ટેકનીક દ્વારા પુસ્તકનું નામ બદલવામાં આવ્યું હતું.

દાવો સ્મૃતિ ઈરાની રાહુલ ગાંધી પર લખાયેલ પુસ્તક વાંચી રહી હતી
દાવો કરનાર સંદીપ સિંહ, સિંધુ સિંહ અને અન્ય કોંગ્રેસ સમર્થકો
તથ્ય દાવો તદ્દન ખોટો છે

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો. UPI ID -vgajera@ybl

જય હિંદ.

Share