આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં ઘણી મહિલાઓ એક સાથે ગીત ગાતી જોવા મળી રહી છે.
વીડિયોને દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે કે મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘હાય હાય’ના નારા લગાવી રહી છે.
આ વીડિયોને રાજસ્થાન કોંગ્રેસના સોશિયલ મીડિયા જનરલ સેક્રેટરી વિની, કોંગ્રેસ સમર્થક યુઝર હમ લોગ, ન્યૂઝ ઈન્ડિયા વગેરે દ્વારા શેર કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
અમારી ટીમ પહેલાથી જ ગુજરાત ચૂંટણી સંબંધિત પોસ્ટની તપાસ કરી ચૂકી છે. આ વખતે પણ અમે ઝીણવટભરી તપાસ કરી હતી.
આ આર્ટિક્લ પણ વાંચો: ના, વાયરલ થયેલ વોટ હેરાફેરીનો વીડિયો ગુજરાતનો નથી પણ બંગાળનો છે
ફેક્ટ ચેક
અમારી તપાસની શરૂઆતમાં, અમે પહેલા વાયરલ વીડિયોની કી ફ્રેમ્સને રિવર્સ સર્ચ કરી. આ દરમિયાન, અમને આમ આદમી પાર્ટીના સભ્ય ડૉ. સફીન દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટ જોવા મળ્યું. 4 ઑક્ટોબર, 2017ના રોજ યુઝરે વિડિયોને કૅપ્શન આપ્યું હતું કે “ગુજરાતી મહિલાઓની તેમના ‘ભાઈ’ નરેન્દ્ર મોદીને ભેટ – ‘હાય મોદી હાય હાય’ (આ ગુજરાતી માર્સિયાનું મોડિફિકેશન છે).
તપાસ દરમિયાન, અમને ફૈઝલ અલી સૈયદ નામના ટ્વિટર વપરાશકર્તા દ્વારા 2017 માં કરવામાં આવેલી બીજી ટ્વિટ મળી. 10 ઓક્ટોબરે બનાવેલા વીડિયોમાં યુઝરે કેપ્શન આપ્યું હતું “મોદી હાય હાય”.
અહીંથી એ પુષ્ટિ થાય છે કે વાયરલ વીડિયો પાંચ વર્ષથી વધુ જૂનો છે અને ગુજરાતની ચૂંટણી વચ્ચે લોકોને ભ્રમિત કરવા માટે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
આર્ટિક્લ જુઓ: ના, PMની મોરબીની મુલાકાત પાછળ ₹30 કરોડનો ખર્ચ થયો ન હતો
દાવો | મહિલાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હાય હાયના નારા લગાવી રહી છે. |
દાવો કરનાર | રાજસ્થાન કોંગ્રેસના મહામંત્રી સોશિયલ મીડિયા વિની, કોંગ્રેસ સમર્થક યુઝર હમ લોગ, ન્યૂઝ ઈન્ડિયા વગેરે. |
તથ્ય | ભ્રામક |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl
જય હિંદ.
This website uses cookies.