સુરત વોર્ડ નં:૪ ના આમ આદમી પાર્ટીના કાઉન્સિલર ધર્મેન્દ્ર વાવલિયા એ ૧લી સપ્ટેમ્બરના રોજ તેમના ટ્વીટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને જણાવ્યુ કે “પહેલા બીજા રાજ્યોમાં ભાજપવાળા ને મેથીપાક ચખાડવાની પ્રથા હતી તે હવે ગુજરાતમાં પણ ચાલુ થઈ ગઈ છે.” અને સાથે એક ૩૦ સેકંડની વિડિયો ક્લિપ પણ શૅર કરી છે.
આર્કાઇવ લિન્ક માટે ક્લિક કરો.
તેમના આ ટ્વીટને અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તથા તેમના સમર્થકો દ્વારા રી-ટ્વીટ પણ કરવામાં આવ્યું છે. જિગર ઠાકર નામના અન્ય એક આપ સમર્થકે પણ એજ વિડિયો ક્લિપ શેર કરીને ટ્વીટ કર્યું જેમાં લખ્યું હતું કે “ગણેશ ચતુર્થી ઉત્સવમાં લોકો ભાજપના ઝંડા લઈને આવ્યા… લોકોએ મેથીપાક આપ્યો “

આર્કાઇવ લિન્ક જોવા માટે ક્લિક કરો.
આર્કાઇવ લિન્ક જોવા માટે ક્લિક કરો.
ફેક્ટ ચેક
શેર કરવામાં આવેલ વિડિયોમાં કરવામાં આવેલ દાવાઓ અને દેખાતા ચિન્હો શંકાસ્પદ જણાતા અમારી ટીમે તપાસ કરવાનું શરૂ કર્યું. તપાસ કરતાં જણાયું કે હકીકત કઇંક અલગ જ છે.
વાયરલ વિડિયોને ધ્યાન થી જોતાં જણાયું કે તેમાં એક ટ્રાફિક બૂથ દેખાય છે જેના પર “જનગાંવ ટ્રાફિક પોલીસ” લખેલું છે. વધુ તપાસ કરતાં માલૂમ પડ્યું કે જનગાંવ એ તેલંગાણા નો જિલ્લો છે.

વિડિયોના આગળના ભાગમાં એક હોર્ડીંગ દેખાય છે જેમાં તેલંગાણા રાજ્યના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની તસવીર અને તેલુગુ તથા અંગ્રેજીમાં તેમનું નામ (KCR) પણ લખેલું જોઈ શકાય છે.

આ સિવાય વિડિયોમાં એ પણ જોઈ શકાય છે કે ભાજપના કાર્યકર્તાઓની પાછળ આવી રહેલા લોકોએ ગુલાબી રંગનો ખેસ પહેર્યો છે જે તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ચૂંટણી પ્રચાર ચિન્હથી મળતો આવે છે.
આ પરથી એટલું તો ચોક્કસ પણે કહી શકાય કે આ વિડિયો ગુજરાતસાથે કોઈ સંબંધ નથી આ વિડિયો તેલંગાણાના જનગાંવનો છે.
વધુ માહિતી મેળવવા માટે અમે કેટલાક કી-વર્ડ સર્ચ કર્યા જેના પરથી જાણવા મળ્યું કે ટ્વીટમાં શેર કરવામાં આવેલ વિડિયો ક્લિપ છ માસ પહેલા ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ વન ઈન્ડિયા ન્યુઝ યૂટ્યૂબ ચેનલ દ્વારા પ્રકાશિત કરાયેલ છે. આ વિડિયોના શીર્ષકમાં જ સ્પષ્ટ લખેલું છે કે “તેલંગાણા માં તકરાર: ટીઆરએસ અને બીજેપીના કાર્યકર્તાઓ વચ્ચે મોદી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન અથડામણ”

આર્કાઇવ લિન્ક જોવા માટે ક્લિક કરો.
આર્કાઇવ લિન્ક જોવા માટે ક્લિક કરો.
હકીકતમાં ૯ ફેબ્રુઆરી ૨૦૨૨ના રોજ ટીઆરએસ કાર્યકર્તાઓએ મોદી વિરોધી પ્રદર્શનો કર્યા હતા જેમાં પીએમ મોદી અને ભાજપના પૂતળાઓ સળગાવી વિરોધ દર્શાવ્યો હતો જેનો બીજેપી કાર્યકરતોએ વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટીઆરએસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ અને ટીઆરએસ કાર્યકર્તાઓએ ભાજપના કાર્યકર્તાઓને માર મારી ખદેડી મૂક્યા જેનો કોઈએ વિડિયો લઈ લીધો અને ખોટા દાવા સાથે વાયરલ કરી દીધો.
આર્કાઇવ લિન્ક જોવા માટે ક્લિક કરો.
આમ, જનગાંવ તેલંગાણામાં થયેલી અથડામણની ઘટનાને એનટીવી, દ હિન્દુ, ઇટીવી તેલંગાણા, ટીવી9 તેલુગુ સહિતની મીડિયા ચેનલ દ્વારા રિપોર્ટ કરવામાં આવી હતી.
આમ, અમારા સંશોધન અને પર્યાપ્ત માહિતી પરથી સ્પષ્ટપણે સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા છ માસ જૂના તેલંગાણાના વિડિયોને ખોટી રીતે ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જે વિડિયો ગુજરાતનો છે જ નહીં તેને ગુજરાતનો કહીને લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે.
દાવો | 1) પહેલા બીજા રાજ્યોમાં ભાજપવાળા ને મેથીપાક ચખાડવાની પ્રથા હતી તે હવે ગુજરાતમાં પણ ચાલુ થઈ ગઈ છે. 2)ગણેશ ચતુર્થી ઉત્સવમાં લોકો ભાજપના ઝંડા લઈને આવ્યા… લોકોએ મેથીપાક આપ્યો… |
દાવો કરનાર | આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને અન્ય ટ્વીટર યુઝર |
તથ્ય | છ મહિના પહેલાના તેલંગાણાના વિડિયોને ગુજરાતનો કહી લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરવામાં આવેલ છે. |
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.