Others

CM યોગીનો એડિટેડ ફોટો શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ સાથે જોડીને વાયરલ

આ દિવસોમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં મુખ્યમંત્રી ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનને જોઈ રહ્યાં છે.

આ ફોટો શાહરૂખ ખાનના ચાહક અબ્દુલ નામના યુઝરે અને હિન્દુ શેરની નામના ટ્રોલ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે ફોટોના કેપ્શનમાં લખ્યું, “CM યોગીજી ફીફાની ફાઈનલ મેચનો આનંદ માણી રહ્યાં છે. યોગીજીને ખબર પડી કે શાહરૂખ ખાન લાઈવ સ્ટુડિયોમાંથી મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે, તેથી તેઓ જોયા વિના રહી શક્યા નહીં. યોગીજી પણ પઠાણ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સ્ત્રોત : ફેસબુક

તમને જણાવી દઈએ કે આ ફોટો એવા સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ પઠાણને દેશભરમાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

અમારી ટીમ આવી તસવીરોની તપાસ કરી ચૂકી છે. તો આ વખતે પણ અમે આ ફોટાની તપાસ કરી. જો કે, અમારી તપાસમાં, સત્ય દાવાથી સંપૂર્ણપણે અલગ હોવાનું બહાર આવ્યું છે.

ફેક્ટ ચેક

તપાસ શરૂ કરીને, અમે સૌથી પહેલા વાયરલ ફોટોને રિવર્સ સર્ચ કર્યો. આ દરમિયાન, અમને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા 18 ડિસેમ્બરે ટ્વિટ કરવામાં આવેલ એક તસવીર મળી. આ તસવીરમાં મુખ્યમંત્રી આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચની મજા માણતા જોવા મળ્યા હતા.

અહીંથી સ્પષ્ટ થઈ ગયું કે વાયરલ ફોટોમાં યોગી આદિત્યનાથે ટ્વીટ કરેલા ફોટોને એડિટ કરીને ટીવી સ્ક્રીન પર આર્જેન્ટિના-ફ્રાન્સના ખેલાડીઓને બદલે શાહરૂખ ખાન બતાવવામાં આવ્યો હતો.

આ સિવાય ઈન્ટરનેટ પર સર્ચ કરવા પર અમને ઘણા મીડિયા રિપોર્ટ્સ પણ મળ્યા જેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચની મજા માણી હતી તેમ જણાવ્યુ હતું.

આ સિવાય, અમે અમારી તપાસની પુષ્ટિ કરવા માટે ફોટો ફોરેન્સિક વેબસાઇટ પર વાયરલ ફોટો અપલોડ કર્યો, જે દરમિયાન અમને ELA સિગ્નલ મળ્યા. જેના પરથી ખબર પડી કે ફોટામાં કેટલાક તત્વો અલગથી ઉમેરવામાં આવ્યા છે, જે ફોટોશોપ કરેલ છે તેવું દર્શાવે છે.

સ્ત્રોત : ફોટો ફોરેન્સિસ

છેલ્લે, અમે યોગી આદિત્યનાથ પઠાણ સપોર્ટ જેવા કીવર્ડ્સ માટે શોધ કરી હતી પરંતુ અમને એવો કોઈ મીડિયા રિપોર્ટ મળ્યો ન હતો જેમાં જણાવાયું હતું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પઠાણ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અથવા તેને સમર્થન આપી રહ્યાં છે.

આ તમામ મુદ્દાઓ પરથી સ્પષ્ટ છે કે યોગી આદિત્યનાથ ફિફા વર્લ્ડ કપની ફાઇનલ મેચને અસલી તસવીરમાં જોઈ રહ્યા હતા શાહરૂખ ખાનને નહીં. ટીવી પર ચાલતા ઓરિજિનલ સીનને એડિટીંગ ટેકનિક દ્વારા એડિટ કરીને શાહરૂખ ખાનની તસવીર ઉમેરવામાં આવી છે.

દાવો ફિફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ દરમિયાન યોગી આદિત્યનાથ શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણની રાહ જોતા જોવા મળ્યા હતા.
દાવો કરનાર અબ્દુલ, હિન્દુ શેરની
તથ્ય વાયરલ તસવીર એડીટેડ છે

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.

This website uses cookies.