6 નવેમ્બર 2022ના રોજ, આમ આદમી પાર્ટીના પ્રવક્તા, ઉર્વશી મિશ્રાએ એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદના શાહપુર નજીક મેટ્રો ટ્રેનમાં આગ લાગી છે.
આ દાવાને ડૉ. નેહલ વૈદ્ય સહિત ઘણા AAP સમર્થકોએ પણ સમર્થન આપ્યું છે.

ફેક્ટ ચેક
AAP સમર્થકો દ્વારા કરવામાં આવેલા આ દાવામાં કેટલી સત્યતા છે તે જાણવા અમે તેની તપાસ કરી.
તપાસ માટે, “અમદાવાદ, શાહપુર, મેટ્રો ટ્રેન, આગ” જેવા કેટલાક કીવર્ડ્સ શોધવા પર, અમને 30 ઓક્ટોબર 2022 નો ગુજરાત સમાચારનો અહેવાલ મળ્યો. આ અહેવાલ મુજબ અમદાવાદ શહેરના શાહપુર નજીક મેટ્રો સ્ટેશનની બહાર મેટ્રો ટ્રેનનું કામ પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલા સામાનમાં રોકેટ પડતા આગ લાગી હતી જેને કાબૂમાં કરી લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન IG NEWS નો રિપોર્ટ પણ મળ્યો હતો, જે મુજબ શાહપુર મેટ્રો સ્ટેશન પાસે આ આગ કોન્ટ્રાક્ટર દ્વારા રાખવામાં આવેલા સામાનમાં રોકેટ પડતાં લાગી હતી.

અમારી તપાસ બાદ સ્પષ્ટ થયું છે કે AAP સમર્થકો દ્વારા મેટ્રો ટ્રેનમાં આગ લાગવાનો દાવો ભ્રામક છે અને આગ મેટ્રો ટ્રેનમાં નહીં પરંતુ મેટ્રો સ્ટેશન પાસે લાગી હતી.
દાવો | અમદાવાદના શાહપુર પાસે મેટ્રો ટ્રેનમાં આગ લાગી છે |
દાવો કરનાર | AAPના પ્રવક્તા ઉર્વશી મિશ્રા અને ડૉ.નેહલ વૈદ્ય |
તથ્ય | ભ્રામક |
ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl
જય હિંદ.