Home ગુજરાતી છત્તીસગઢના 3 વર્ષ જૂના સમાચાર શેર કરીને AAP ધારાસભ્યે ગેરમાર્ગે દોર્યા

છત્તીસગઢના 3 વર્ષ જૂના સમાચાર શેર કરીને AAP ધારાસભ્યે ગેરમાર્ગે દોર્યા

Share
Share

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય નરેશ બાલ્યાને નવભારત અખબારનું એક કટિંગ શેર કર્યું છે જેનું શીર્ષક છે, “માતાનું માથું કાપી નાખ્યું, દેવીને લોહી ચઢાવ્યું, માંસ ખાતો રહ્યો”.

કટીંગ શેર કરીને ધારાસભ્યએ ભાજપ પર પણ નિશાન સાધ્યું અને લખ્યું કે, તમે આ સમાચાર વાંચીને સમજી શકશો કે સામાજિક શિક્ષણ કેટલું મહત્વનું છે. લોકો શેતાન બની રહ્યા છે. સરકાર લોકોને ધર્મના નામે લડાવી રહી છે. જો તમે સામાજિક શિક્ષણ માટે અવાજ ઉઠાવશો તો ભાજપના ડિજિટલ ગુંડા તમારા પર પ્રહાર કરશે. સમાજ ક્રૂર બની રહ્યો છે. આ ભયંકર છે.

અમારી ટીમે વાયરલ કટિંગની વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે અમે તપાસ હાથ ધરી હતી.

ફેક્ટ ચેક

તપાસ શરૂ કરતાં, સૌ પ્રથમ અમે નવભારત અખબારના કટીંગમાં દેખાતી હેડલાઇન “मां का सिर काटा, चढ़ाया देवी पर पी गया खून, खाता रहा मांस” માટે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું. દરમિયાન, અમને 21 જાન્યુઆરી, 2019 ના રોજ ઝી ન્યૂઝ દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે છત્તીસગઢના કોરબા જિલ્લામાં, એક પુત્રએ પહેલા તેની માતાની નિર્દયતાથી હત્યા કરી અને પછી તેનું માંસ ક્યારેક રાંધેલું અને ક્યારેક કાચું ખાધું. આરોપી યુવકે તેની માતાનું લોહી પણ પીધું હતું.

સ્ત્રોત : ઝી ન્યૂઝ

ઘટનાને સંબંધિત વધુ કીવર્ડ સર્ચ કરતાં, જાન્યુઆરી 2019માં અમર ઉજાલા, નઈ દુનિયા, એબીપી ન્યૂઝ જેવી મીડિયા સંસ્થાઓ દ્વારા પ્રકાશિત અહેવાલો પ્રાપ્ત થયા.

આ તમામ મુદ્દાઓ પરથી સ્પષ્ટ થાય છે કે આ ઘટના 3 વર્ષ 10 મહિના જૂની છે જે કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢમાં બની હતી. આથી ભાજપને આ ઘટના સાથે કોઈ લેવાદેવા નથી.

દાવો માતાનું માથું કાપી નાખ્યું, દેવીને અર્પણ કર્યું, લોહી પીધું, માંસ ખાતો રહ્યો
દાવો કરનાર AAP ધારાસભ્ય નરેશ બાલ્યાન
તથ્ય ભ્રામક, ઘટના 3 વર્ષ જૂની છે

ઓન્લી ફેક્ટ ટીમનો ધ્યેય તેના વાચકોને ગેરમાર્ગે દોરવાથી બચાવવા માટે અધિકૃત સમાચાર તથ્યો પ્રદાન કરવા અને ખોટી માહિતીને દૂર કરવાનો છે.

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો UPI ID – vgajera@ybl

જય હિંદ.

Share