Home ગુજરાતી પ્રિયંકા ગાંધી અને શેખ હસીના ની મુલાકાતના ત્રણ વરસ જૂના ફોટો હાલના જણાવીને કરાઈ રહ્યા છે સેર!

પ્રિયંકા ગાંધી અને શેખ હસીના ની મુલાકાતના ત્રણ વરસ જૂના ફોટો હાલના જણાવીને કરાઈ રહ્યા છે સેર!

Share
Share

હાલમાં જ બાંગ્લાદેશના પીએમ શેખ હસીના ભારતના પ્રવાસે હતા, આ દરમિયાન તેમનો અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીનો એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ફોટો અમરોહા (યુપી) કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગે ફેસબુક પર શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ નવી દિલ્હીમાં પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

ફેસબુક પોસ્ટ અમરોહા કોંગ્રેસ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ.

આર્કાઇવ લિન્ક
ફેક્ટ ચેક બાદ ટ્વિટર એકાઉંટ ડિલીટ કરેલ છે .

આર્કાઇવ લિન્ક

ફેક્ટ ચેક

ફોટો સાથે કરવામાં આવેલો દાવો શંકાસ્પદ લાગતો હતો, તેથી અમે તેની તપાસ કરી. અમારી તપાસમાં ફોટોનું સત્ય કંઈક અલગ જ બહાર આવ્યું.

અમારી તપાસમાં, અમે કેટલાક કીવર્ડનો ઉપયોગ કરીને ટ્વિટર પર ફોટા શોધ્યા. આ દરમિયાન, અમને પ્રિયંકા ગાંધીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ફોટો મળ્યો જે વાયરલ ફોટા જેવો જ હતો.

6 ઓક્ટોબર 2019ના રોજ ટ્વિટ કરાયેલા એક ફોટોમાં પ્રિયંકા ગાંધીએ શેખ હસીના સાથેની મુલાકાત વિશે લખ્યું, “શેખ હસીના જીના આ આલિંગનની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. જીવનના સંઘર્ષો અને અંગત ખોટને પાછળ છોડીને તેમણે મક્કમતાથી પોતાનો માર્ગ બનાવ્યો. તે હંમેશા મારા માટે પ્રેરણા સ્ત્રોત રહી છે.”

આર્કાઇવ લિન્ક

આ મીટિંગ વિશે ઈન્ટરનેટ પર વધુ સર્ચ કરતાં જાણવા મળ્યું કે શેખ હસીના તે સમયે ભારતની 4 દિવસની મુલાકાતે હતા. આ દરમિયાન તેઓ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને મળ્યા હતા.

આર્કાઇવ લિન્ક

જો કે, તાજેતરની મુલાકાત વચ્ચે, 6 સપ્ટેમ્બરે શેખ હસીનાએ પ્રિયંકા ગાંધીને નહીં પરંતુ તેમના ભાઈ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને મળ્યા હતા. અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિને ટાંકીને સમાચાર એજન્સી ANI દ્વારા આ બેઠકની તસવીર પણ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી છે.

આ તમામ મુદ્દાઓના વિશ્લેષણથી સ્પષ્ટ થાય છે કે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ તેમની તાજેતરની મુલાકાત દરમિયાન પ્રિયંકા ગાંધીને મળ્યા ન હતા અને વાયરલ તસવીર લગભગ 3 વર્ષ જૂની છે.

દાવો બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીના નવી દિલ્હીમાં પ્રિયંકા ગાંધીને મળ્યા.
દાવો કરનાર અમરોહા કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગ
તથ્ય દાવો ભ્રામક છે, વાયરલ ફોટો લગભગ ત્રણ વર્ષ જૂનો છે

વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.

આપનો શક્ય સહકાર અમને આપો.

જય હિંદ.

Share