કેન્દ્ર સરકારે આઝાદીના 75 વર્ષની યાદગીરીમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ શરૂ કર્યું છે. આ અંતર્ગત સરકારે દેશવાસીઓને 13 થી 15 ઓગસ્ટની વચ્ચે પોતાના ઘરે ત્રિરંગો ફરકાવવાની અપીલ કરી છે. દરમિયાન, એક ન્યૂઝ વેબસાઈટમાં પ્રકાશિત એક લેખનો સ્ક્રીન શોટ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે રિલાયન્સ વિશ્વની સૌથી મોટી પોલિએસ્ટર કંપની બની ગઈ છે.
કૉંગ્રેસના નેતા અલ્કા લાંબાએ આ જ સ્ક્રીન શૉટ 11 ઓગસ્ટના રોજ તેમના ટ્વીટર હેન્ડલ પરથી શૅર કરીને વડાપ્રધાન પર કટાક્ષ કર્યો હતો. તેમણે લખ્યું, “વડાપ્રધાન મોદીજીએ તિરંગાને પણ વ્યાપાર બનાવીને તેમણે પોતાના મૂડીવાદી મિત્રોને ફાયદો કરાવ્યો…”
અલ્કા ઉપરાંત, તૃણમૂલ કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદ, રાજસ્થાન કોંગ્રેસના સોશિયલ મીડિયા જનરલ સેક્રેટરી વિની, મહુઆ મોઇત્રાના ચાહકો અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ એ પણ સ્ક્રીન શૉટ શેર કર્યો છે. કિર્તિ આઝાદે તેમના ટ્વીટ માં કહ્યું હતું ‘કોણ કાળજી રાખે છે, PM તો કાળજી રાખતા નથી. દેશ માટે શરમની વાત છે, પોલીએસ્ટર માં રાષ્ટ્રધ્વજ, RIL વિશ્વની સૌથી મોટી પોલીએસ્ટર પ્લેયર છે, જીએસટી ખોરાક પર છે પણ, પોલીએસ્ટર પર નથી.’
રાજસ્થાન કોંગ્રેસના સોશિયલ મીડિયા જનરલ સેક્રેટરી વિનીએ પણ ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે ‘અમૃતકાળ, દેશ બેહાલ, મિત્ર ખુશહાલ.’
મહુઆ મોહિત્રાના ફેન પેજ પરથી અને જયંત દેશમુખના ટ્વીટર હેન્ડલ પરથી પણ આજ સ્ક્રીન શૉટ શેર કરવામાં આવ્યો હતો અને લખવામાં આવ્યું હતું ‘તમારો રાષ્ટ્રવાદ એ “વ્યાપાર” છે બીજાના ”ખાસ મિત્રો” માટે.’
ફેક્ટ ચેક
વાયરલ સ્ક્રીન શૉટ અને તેની સાથેના કૅપ્શન શંકાસ્પદ લાગતાં અમારી ઓન્લી ફેક્ટ ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ. તપાસ કરતાં વાયરલ પોસ્ટનું સત્ય સામે આવ્યું.
વાયરલ સમાચાર લેખ ફાઇનાન્શિયલ એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત કરેલ જણાઈ રહ્યો હતો, તેથી ઇન્ટરનેટ પર હેડલાઇનની શોધમાં મૂળ લેખ મળ્યો. પરંતુ આ સમાચાર લેખમાં પ્રકાશિત થયેલા અહેવાલને અત્યારે ચાલી રહેલા ‘હર ઘર ત્રિરંગા’ અભિયાન સાથે કોઈ લેવાદેવા નથી તેવું વધુમાં બહાર આવ્યું છે. તથા તે પણ જાણવા મળ્યું કે આ લેખ જૂન 2004માં પ્રકાશિત થયો હતો. આ જ લેખમાં જણાવવામાં આવ્યું હતું કે રિલાયન્સ વિશ્વની સૌથી મોટી પોલિએસ્ટર પ્લેયર બની છે.
આ રીતે, વાયરલ ફોટો અને મૂળ લેખના અહેવાલ સાથે કરવામાં આવી રહેલા દાવાની તુલના કરીએ તો સ્પષ્ટપણે સાબિત થાય છે કે રિલાયન્સને વિશ્વની સૌથી મોટી પોલિએસ્ટર પ્લેયર બનાવવામાં મોદી સરકારનો કોઈ હાથ નથી, પરંતુ કંપનીએ 2004માં જ આ મુકામ હાંસલ કરી લીધું હતું.
દાવો | રિલાયન્સ વિશ્વની સૌથી મોટી પોલિએસ્ટર પ્લેયર બની ગઈ છે. |
દાવો કરનાર | કોંગ્રેસ નેતા અલ્કા લાંબા, તૃણમૂલ કોંગ્રેસના નેતા કીર્તિ આઝાદ, રાજસ્થાન કોંગ્રેસના સોશિયલ મીડિયા જનરલ સેક્રેટરી વિની, મહુઆ મોઇત્રાના ચાહકો અને અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ |
તથ્ય | જે ફાઇનાન્સિયલ એક્સપ્રેસ ના અહેવાલ પરથી આ દાવો કરવામાં આવ્યો હતો તે વર્ષ 2004 નો છે જે સંપૂર્ણરીતે સાબિત કરે છે કે રિલાયન્સ વિશ્વની સૌથી મોટી પોલિએસ્ટર પ્લેયર છે એ વાત ને ‘હર ઘર તિરંગા’ અભિયાન થી કોઈ લેવા દેવા નથી. આ જનતાને ભ્રમિત કરવાના પ્રયાસો છે. |
વાંચક મિત્રો, અમે ભારત વિરુદ્ધ ફેલાતા ખોટા સમાચારોને પર્દાફાશ કરવાનું કામ કરીએ છીએ. અમારી પાસે બીજાની માફક કોઈ પ્રકારનું કોર્પોરેટ ફંડ નથી. તમારો નજીવો સહકાર પણ અમને આગળ વધવામાં મદદરૂપ નીવડશે.
આપનો શક્ય સહકાર અમને આપો.
જય હિંદ.