Home ગુજરાતી શું ગુજરાતના બરવાળામાં મહિનામાં ત્રણ વખત થાય છે પોલીસ સબ ઇન્સ્પેકટર ની બદલી? ફેકટ ચેક

શું ગુજરાતના બરવાળામાં મહિનામાં ત્રણ વખત થાય છે પોલીસ સબ ઇન્સ્પેકટર ની બદલી? ફેકટ ચેક

Share
Share

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા તારીખ 27 જુલાઈ 2022 ના રોજ એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જેમાં આમ આદમી પાર્ટી ના ગુજરાત રાજ્યના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે, “સારા અધિકારી ને અહીંયા(બરવાળા)માં ટકવા દેવામાં આવતા નથી. ભાજપ ના નેતાઓ દર દસ દિવસે પીએસઆઈ ની બદલી કરાવી નાખે છે. બધા જ ગામ લોકોએ કીધું કે બરવાળા પોલીસ સ્ટેશનમાં એક મહિનામાં ત્રણ પીએસઆઈ ની બદલી થાય છે. જેમની પણ અહીંયા(બરવાળા)માં બદલી થઈ ને આવે, અઠવાડિયામાં બદલી કરાવી નાખે ભાજપના નેતાઓ. કેમ કે આ બધા જ હપ્તાઓ ભાજપના નેતાઓ લે છે અને પોલીસ ને દબાવે છે. આવું ગામ લોકોએ નેચરલી પોતાની રીતે મે ચર્ચા કરી ત્યારે કહ્યું. હવે વિચારવા જેવી બાબત છે કે જો સારા અધિકારી આવે છે તો ભાજપ દ્વારા બદલી કરાવી નાખવામા આવે છે. એટલે આ જે લઠ્ઠા કાંડ થયો છે, જે ઝેરી દારૂ પીવાથી લોકોના મૃત્યુ થયા છે એમની પાછળ અહીંના ભાજપ ના નેતાઓ છે એવું અહીંના ગામ લોકો સ્પષ્ટપણે માને છે.”

આપ ની ટ્વીટ

ફેકટ ચેક

ગોપાલ ઇટાલિયાએ કરેલ દાવો ખૂબ જ ગંભીર હોવાથી અમારી ટીમ દ્વારા ગુજરાત પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું સાથે સાથે દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા.

બરવાળા પોલીસ સ્ટેશનના છેલ્લા ચાર પીએસઆઈ ની યાદી

ગુજરાત પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પર થી સ્પષ્ટ થાય છે કે તારીખ 06/07/2020 થી લઇ ને આજ સુધીમાં એટલે કે લગભગ બે વર્ષમાં ફક્ત ચાર પીએસઆઈ ની જ બદલી થઈ છે. આ માહિતી માં ગુજરાત પોલીસ દ્વારા બદલીનું કારણ પણ સ્પષ્ટ પણે દર્શાવેલ છે.

અમારી ટીમ દ્વારા વધુ તપાસ કરતા અમને ગુજરાતી ન્યુઝ ચેનલ VTV નું એક રિપોર્ટિંગ ધ્યાન પર આવ્યું. આ રિપોર્ટમાં ગામ ના નાગરિક દ્વારા નવા પીએસઆઈ અને તંત્રના ખૂબ જ વખાણ કરતા જોઈ શકાય છે. અહીંયા અમે એ સ્પષ્ટ કરી દયીએ કે આપ ના મુખ્યમંત્રી પદના ભાવિ ઉમેદવાર અને ગુજરાતના રવિશ કુમાર ગણાતા ઈશુદાન ગઢવી પણ VTV પર જ પોતાનો એજન્ડા પ્રોગ્રામ ચલાવતા અને હાલમાં ગુજરાતમાં સૌથી વધુ જો કોઈ ગુજરાતી મીડિયાને પંજાબ અને દિલ્લી સરકાર દ્વારા કરોડોની જાહેરાત આપવામા આવતી હોય તો એ VTV જ છે.

દાવો : ગુજરાતના બરવાળામાં મહિનામાં ત્રણ વખત થાય છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની બદલી
દાવો કરનાર : આમ આદમી આદમી ગુજરાત પાર્ટી પ્રમુખ ગોપાલ ઇટાલિયા.
ફેકટ ચેક : જૂઠ

Share